RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Why Join RapNet? Features

RapNet વિશેષતાઓ

RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન
તમારે કેવા હીરા જોઈએ છીએ તે જાણતા હોય, તો તેમને શોધવામાં સમય બગાડો નહી. RapNet ના વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન વડે, તમને સ્પષ્ટ માપદંડો સાથે હીરાના વિશાળ ડેટાબેઝ માંથી હીરા શોધવાની ક્ષમતા છે. ઉપલબ્ધ RapNet શોધ એન્જિન એ સૌથી વ્યાવસાયિક અને વપરાશકર્તા માટે સરળ સિસ્ટમ છે — બહોળા અથવા સૌથી વિગતવાર સ્પષ્ટીકરણો જેવા કે ભાવ તેમજ દેશ અને શહેર મારફતે હીરા શોધવા માટે આ શોધ એન્જિન બનાવવામાં આવેલ છે.
ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન
RapNet સદસ્યોને RapNet ની ટ્રેડસ્ક્રીન વાપરવાની પરવાનગી હોય છે. RapNet ની ટ્રેડસ્ક્રીન એ પેટન્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમને વાસ્તવિક સમયના બજાર ભાવ આપે છે. જ્યારે હીરા ઉમેરાય છે અથવા સિસ્ટમ માંથી દૂર થાય છે ત્યારે ટ્રેડસ્ક્રીન સતત બદલાય છે. શ્રેષ્ઠ કે સરેરાશ કિંમતો અથવા બંને કિંમતો વાળા હીરા સ્પષ્ટ રીતે સુયોજિત કરેલ અને વાંચવામાં સરળ એવા માળખામાં જુઓ. તમારા ચોક્કસ માપદંડથી મેળ ખાતા હીરાની કિંમતો બતાવવા માટે પણ ટ્રેડસ્ક્રીન ને તમે વૈવિધ્યપૂર્ણ બનાવી શકો છો.
RapNet Excel® Add-In
RapNet membership includes access to this innovative software. RapNet Excel add-in automatically integrates data from the Rapaport Diamond Price List and RapNet diamond listings within Microsoft Excel, giving you sophisticated modeling, pricing and inventory management. A must-have tool.
RapNet ઈન્વેન્ટરી લિંક
RapNet ઈન્વેન્ટરી લિંકના ઉપયોગ દ્વારા તમારા સ્ટોકમાં હીરા હંમેશા હોય છે. તમારા ગ્રાહકો RapNet ની વ્યાપક હીરા યાદીનો વપરાશ તમારી ઓનલાઇન સ્ટોર પર અથવા રિટેલ સ્ટોરની અંદર જ કરી શકે છે. RapNet ઈન્વેન્ટરી લિંક પ્રો તમને RapNet ના સહભાગી વિક્રેતાઓ પાસેની હીરા યાદીને તમારા સ્ટોરની ઓનલાઇન હીરા યાદીમાં દર્શાવવા માટે પરવાનગી આપે છે. શું કોઈ ચોક્કસ હીરો તમારી પાસે સ્ટોકમાં છે? RapNet ના સાથ થી તમારો જવાબ હંમેશા "હા." હશે.
RapNet ટ્રેડલિંક
RapNet ટ્રેડલિંક સોફ્ટવેર ખાતરી છે કે તમારી વેચાણ સૂચિઓ વર્તમાન અને ચોક્કસ છે. RapNet ટ્રેડલિંક સોફ્ટવેર RapNet ડેટાબેઝ સાથે તમારી હીરા યાદીનો સુમેળ સાધી, અમારા નેટવર્ક પર તમારી હાજરીની ઉન્નત તક આપે છે અને વેચાણ યાદીની ચોકસાઈની ખાતરી આપે છે.
RapNet ભાવ સૂચી
RapNet ભાવ સૂચી તમને આંતરરાષ્ટ્રીય બજારો માંથી પૂછવામાં આવતા વાસ્તવિક ભાવો પૂરા પાડે છે. RapNet પર સૂચીબદ્ધ થયેલા શ્રેષ્ઠ અને સરેરાશ કિંમતના હીરાનો સાપ્તાહિક બજાર અહેવાલ RapNet દ્વારા દર ગુરુવારના રોજ બનાવવામાં આવે છે. આ ભાવ સૂચી માં દર્શાવેલા ભાવો RapNet પરના ૭૦૦,૦૦૦ થી પણ વધુ હીરાની યાદીમાંથી ગુણવત્તાવાળા હીરા પર આધારિત હોય છે. RapNet ભાવ સૂચી તમને સાપ્તાહિક બજારનો અહેવાલ આપે છે અને ભાવ વલણો બતાવે છે.
ખરીદી માટે અરજીઓ
જ્યારે તમને ચોક્કસ હીરો ખરીદવાની જરૂર હોય, ત્યારે તેવો હીરો ઝડપથી શોધવા માટે જરૂરી એવા તમામ વિકલ્પો RapNet દ્વારા પૂરા પાડવામાં આવે છે, જેમા તમારી ખરીદ અરજીને અમારા નેટવર્ક પર અપલોડ કરવાની સુવિધાનો સમાવેશ થયેલ છે. તમારા માપદંડો સાથે બંધ બેસતા નવા હીરા જ્યારે નેટવર્ક પર અપલોડ થાય ત્યારે RapNet તેવા હીરાની માહિતી તમને ઇમેઇલ કરે છે. RapNet તમારી ખરીદ અરજી સપ્લાયરોને પણ ઇમેઇલ કરે છે અને ખરીદ અરજીની યાદીને ઓનલાઈન જાળવે છે, કે જેથી તમારી ખરીદીની જરૂરિયાત તુરંત પરિપૂર્ણ થાય.
'નવા સર્ટિફિકેટો' સુવિધા
સર્ટિફાઇડ હીરા કે જેઓ ઇન્ટરનેટ પર બીજે ક્યાંય ઉપલબ્ધ નથી તેવા હીરા શોધો. અમારા નેટવર્ક મારફતે જ વેચાણ માટે ઉપલબ્ધ એવા નવા સર્ટિફાઇડ હીરાની વ્યાપક પસંદગી RapNet રજૂ કરે છે. લેબોરેટરીના પરિણામો પર અંતિમ નિર્ણય આવ્યા બાદ તરત જ આ નવા સર્ટિફાઇડ હીરા RapNet પર સૂચીબદ્ધ થાય છે. નવા સર્ટિફાઇડ હીરાની વિશિષ્ટ યાદી માટે અમારી વેબસાઇટ પર "નવા સર્ટિફિકેટો" નામનો વિભાગ તપાસો, અને બીજે ક્યાંય ઉપલબ્ધ નહી તેવા હીરા અહીં શોધો.
રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર
રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર વગર હીરા ખરીદવા કે વેચવા નહી. રેપાપોર્ટ કેલ્ક્યુલેટર એ એક શક્તિશાળી સાધન છે— તમે આકાર,કેરેટ માપ, કલર અને ક્લેરીટી પસંદ કરો, પછી ક્યાંતો કિંમત અથવા રેપાપોર્ટ ભાવની ટકાવારી દાખલ કરો, જેથી કેલ્ક્યુલેટર દ્વારા ભાવ દર્શાવવામાં આવશે. કેલ્ક્યુલેટર યથાક્રમ આવતું ટોટલ તેમજ સરેરાશ ટોટલ દર્શાવે છે. વાપરવા માટે સરળ અને તમારા હીરા વ્યવસાય માટે હોવું જ જોઈએ તેવું સાધન.
સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ
શ્રેષ્ઠ હીરા સમુદાયનો હિસ્સો બનવા માટે હીરા વ્યાવસાયિકો RapNet માં જોડાય છે. તમે સરળતાથી વિવિધ સ્પષ્ટીકરણો (કંપનીનું નામ, દેશ, વગેરે) મુજબ અમારી અમારી સભ્ય નિર્દેશિકામાં શોધ કરી શકો છો. આ સુવિધા RapNet ના તમામ ખરીદદારો અને વેચાણકારો એમ બન્નેને ઝડપથી અને અસરકારક રીતે એક બીજાનો પત્તો મેળવવા માટે સક્રિય કરે છે. અમારી રેટિંગ સિસ્ટમ સભ્યોને અજ્ઞાત રૂપે તેમના ટ્રેડિંગ વ્યવહારોનું રેટિંગ કરવાની પરવાનગી આપે છે, અને અમે સભ્યોને એકબીજા સાથે પરસ્પર ચર્ચા વિચારણા માટે સક્રિય ચર્ચા મંચો પૂરા પાડીએ છીએ.
RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ
ઉપયોગ કરવામાં સરળ અને વ્યાપક એવી અમારી એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ નો લાભ લઈ: રેપાપોર્ટ વેબસાઈટ તરફ અને તરફથી થતા માહિતી પ્રવાહને વૈવિધ્યપૂર્ણ બનાવો, રેપાપોર્ટ ભાવ માહિતીને આપમેળે તમારા પ્રોગ્રામમાં પ્રાપ્ત કરો, વેચાણ માટેના હીરા RapNet ડેટાબેઝ પર અપલોડ કરો અને RapNet પરથી હીરા ડાઉનલોડ કરી તમારા સ્ટોરની વેબસાઈટ પર વેચાણ માટે મૂકો.
રેપાપોર્ટ ભાવ સૂચી
વૈશ્વિક ધોરણ પર હીરાના ભાવો માટે રેપાપોર્ટ ભાવ સૂચી એ એક માપદંડ છે. વિશ્વભરમાં હીરા વ્યાપારીઓ દ્વારા હીરા ભાવોનું મૂલ્યાંકન અને સોદા હાથ ધરવા માટે આ ભાવ સૂચી વપરાય છે. રેપાપોર્ટ ભાવ સૂચી દરેક સપ્તાહના ગુરુવારને રોજ ૧૧.૫૯પીએમ (પૂર્વીય સ્થાનિક સમય મુજબ ) ના પ્રકાશિત થાય છે અને તે વૈશ્વિક હીરા બજારમાં થતા ફેરફારો પ્રતિબિંબિત કરે છે.
રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ
તમારા સપ્તાહનો અંત રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ સાથે કરો, કે જે હીરા અને જ્વેલરી ઉદ્યોગ વિશે સૌથી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ, વિશ્લેષણ અને સમાચાર તમને પહોંચાડે છે. હીરા વ્યાવસાયિકો અને હીરા વ્યવસાય દ્વારા પ્રસંગાનુરૂપઅનુભવાતા ખાસ મુદ્દાઓ પણ રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલમાં આવરી લેવામાં આવે છે.
રેપાપોર્ટ સમાચાર
અમે તમને માત્ર સમાચાર નથી આપતા; આ સમાચાર તમારા વ્યવસાય પર કેવી રીતે અસર કરે છે તે પણ કહીએ છીએ. હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર ૨૪/૭ પર્યંત અપાતા રેપાપોર્ટ સમાચારો અને વિશ્લેષણો એ ઓનલાઇન હીરા સમાચાર માટે એક મુખ્ય સ્રોત છે. અમે તમને રફ હીરા થી લઈને જ્વેલરી રિટેલના બજારોની અંદર લઈ જઈ, આ બજારોમાં શું બની રહ્યું છે, તે શા માટે થઈ રહ્યું છે અને તમારે માટે એનો શું અર્થ થાય તે સમજાવીએ છીએ.
વૈશ્વિક ગ્રાહક સહાય
હીરા સપ્લાયરો અને ખરીદદારો, બજાર અહેવાલો,ઊંડાણપૂર્વકના વિશ્લેષણો અને તાજેતરના હીરા ભાવો વગેરે માહિતીઓના વપરાશની સાથે સાથે પ્રથમ કક્ષાની ગ્રાહક સેવા પણ તમે RapNet પર મેળવો છો. અમારી બહુભાષી વૈશ્વિક ગ્રાહક સેવા ટીમ દ્વારા વિશ્વભરના અમારા સદસ્યોને જરૂરી સેવા અને સહાય પૂરી પાડવામાં આવે છે. શું કોઈ તકનીકી પ્રશ્ન હોય કે એસ્ક્રો સેવાઓ અથવા આયાત સેવાઓ વિશે હોય, તમને મદદ પુરી પાડવા માટે અમે અહીં ઉપસ્થિત છીએ.
પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા
અગ્રણી આંતરરાષ્ટ્રીય જ્વેલરી પ્રદર્શનોથી લઈને તમામ સ્થળો કે જ્યાં તમારી ઉપસ્થિતિ છે ત્યાં અમે પણ ઉપસ્થિત છીએ. RapNet ની ઓનલાઇન પ્રદર્શક નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા પ્રદર્શનના ત્રણ અઠવાડિયા અગાઉ તેમજ પ્રદર્શન દરમ્યાન સભ્યો માટે ઉપલબ્ધ છે. આ સેવા ખરીદદારોને સભ્ય પ્રદર્શકોને શોધવા તેમજ તેમની સાથે મુલાકાત આયોજિત કરવામાં અને પ્રદર્શનમાં ઉપલબ્ધ વાસ્તવિક હીરા શોધવામાં મદદ કરે છે.
મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?



અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો