Home
Info
Certified Diamonds
|
સર્ટિફાઇડ હીરા
જો તમે સર્ટિફાઇડ હીરાની ખરીદી કે વેચાણ કરવા માંગતા હો, તો પછી RapNet એક એવું સ્થળ છે કે જ્યા તમારી ઉપસ્થિત જરૂરી છે. હીરા વ્યાવસાયિકો માટે RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત અને વ્યાપાર-થી-વ્યાપાર એવું હીરા ટ્રેડિંગ નેટવર્ક છે. GIA અને અન્ય સર્ટિફાઇડ હીરા માટે પણ તે પ્રાથમિક બજાર છે. હજારો પ્રતિષ્ઠિત વેચાણકારો પાસેથી ખરીદદારો સર્ટિફાઇડ હીરાની ખરીદી કરી શકે છે, જ્યારે વેચાણકારો તેમની હીરા ઈન્વેન્ટરીને સર્ટિફિકેટો સાથે અપલોડ કરી શકે છે જેથી કરીને ખરીદદારો હીરા શોધી શકે. તમારે ફક્ત "RapNet ૦૬ Excel વર્કશીટ" માં તમારી હીરા યાદીને દાખલ કરવાની અથવા હાલની હીરા યાદી ફાઈલને આયાત કરવાની આવશ્યક્તા રહે છે. અને ત્યાર બાદ તમારી હીરા યાદીને રેપાપોર્ટના ઓનલાઇન ડેટાબેઝ પર અપલોડ કરો જેથી કરીને તમારી હીરા યાદી ખરીદદારો માટે તુરંત જ વપરાશ યોગ્ય બનશે. સર્ટિફાઇડ હીરાને RapNet ૦૬ મારફતે અપલોડ કરવામાં આવેલા સર્ટિફિકેટ નંબરો સાથે આપોઆપ સરખાવવામાં આવે છે અને હીરાની વિગતો સાથે પ્રદર્શિત કરવામાં આવે છે. વેચાણકારોને હીરાના સર્ટિફિકેટોને PDF, GIF, અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાનો વિકલ્પ હોય છે. ફક્ત RapNet હીરા ટ્રેડિંગ નેટવર્કના તમામ સભ્યો માટે જ "RapNet ૦૬" ઉપલબ્ધ છે.
GIA LabDirect સેવા
RapNet ના સભ્યો એવા વેચાણકારોને તેમના હીરાનું ગ્રેડીંગ કરાવવા માટે રેપાપોર્ટ દ્વારા ચલાવવામાં આવતી વિશિષ્ટ GIA LabDirect સેવાનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અમારી LabDirect સેવાઓનો ઉપયોગ તમને તમારા હીરાની સ્થિતિ ટ્રેક કરવાની અને ઉપલબ્ધ ગ્રેડીંગ પરિણામોને વાસ્તવિક સમયમાં જોવાની તક આપે છે અને તે ઉપરાંત મૂલ્ય વર્ધક સેવાઓ રજૂ કરે છે. RapNet ના સભ્યો માટે અન્ય ફાયદા અને સર્ટિફાઇડ હીરા વિશે વધુ જાણો. RapNet ના સભ્યોને મળતા અન્ય ફાયદા અને સર્ટિફાઇડ હીરા વિશે વધુ જાણો.
AGS સેવા
AGS લેબોરેટરી સેવાઓ માટે રેપાપોર્ટની મુંબઇ, સુરત, અને રમત ગન ઓફીસો પર ઉપલબ્ધ એવી હીરા સુપ્રત કરવાની સેવાનો લાભ લેવા માટે પણ RapNet ના સભ્યો એવા વેચાણકારોને આમંત્રિત કરવામાં આવે છે. AGS લેબોરેટરી સેવાઓ માટે અમારા દ્વારા વિસ્તૃત ગ્રાહક સેવાની સાથે સાથે એકત્રિત શીપીંગ, વીમો, સ્થાનિક ચલણમાં બિલિંગ તેમજ ચુકવણી અને હીરા કારીગરોને શ્રેષ્ઠ AGSL કટિંગ બનાવવા માટેના ટેકનિકલ સમજ આપતા સેમિનારોની સેવા પૂરી પાડવામાં આવે છે.
'નવા સર્ટિફિકેટો' સુવીધા
RapNet ના સભ્યોને નવા સર્ટિફાઇડ હીરાની યાદીઓનો વિશિષ્ટ વપરાશ મળે છે. GIA લેબોરેટરી દ્વારા તાજેતરમાં જ આ હીરાનું ગ્રેડીંગ થયેલ છે અને અન્ય કોઈપણ વેબસાઇટ પર આ હીરા ઉપલબ્ધ નથી. આ હીરા યાદીઓને દૈનિક અપડેટ કરવામાં આવે છે અને આ યાદીઓ માત્ર મર્યાદિત સમયગાળા માટે જ નવા સર્ટિફાઇડ હીરાની યાદીઓ તરીકે દર્શાવવામાં આવે છે. RapNet ની આ સેવા તેના સભ્યોને તાજેતરમાં જ ગ્રેડીંગ થયેલા આ સર્ટિફાઇડ હીરા ખરીદવાની પ્રથમ તક આપે છે. હકીકત એ છે કે કોઈપણ કમિશન આપ્યા વિના RapNet પર ખરીદનાર અને વેચનાર એકબીજા સાથે સીધા જ સંપર્કવ્યવહાર કરે છે, અને જેને કારણે ખરીદદારો સરળતાથી વેચનારનો સંપર્ક કરી શકે છે અને આ નવા સર્ટિફાઇડ હીરા અન્ય કોઈ જગ્યાએ વેચાણ માટે મૂકવામાં આવે તે પહેલાં જ તેને ખરીદી શકે છે.
ખરીદ અરજીઓ
ચોક્કસ માપદંડો સાથેના સર્ટિફાઇડ હીરા માટે શોધ કરી રહેલા ખરીદદારો પોતાની આ હીરા જરૂરિયાતને ખરીદ અરજી સ્વરૂપે RapNet સમુદાયને મોકલી શકે છે, અને વેચાણકારો સીધા જ તેનો પ્રતિસાદ આપી શકે છે. જો હાલમાં તમારી ચોક્કસ જરૂરિયાત સાથે બંધબેસતા હીરા ઉપલબ્ધ ન હોય તો પણ આ સુવિધા ખરીદદારોને ઝડપથી અને સરળતાથી હીરા શોધવા માટેની પરવાનગી આપે છે. તમારી ખરીદીની જરૂરિયાત સાથે બંધબેસતા એવા નવા હીરા જ્યારે RapNet અપલોડ થાય છે ત્યારે તેના વિશે તમને ઇમેઇલ દ્વારા સુચીત કરવામાં આવે છે. RapNet તમારી ખરીદ અરજીને સપ્લાયરોને પણ ઇમેઇલ કરે છે અને ખરીદ અરજીની યાદીને ઓનલાઈન જાળવે છે, કે જેથી તમારી ખરીદીની જરૂરિયાત તુરંત પરિપૂર્ણ થાય.
હીરા વ્યાવસાયિકો સાથે જોડાવો!
RapNet એ વિશ્વભરના ૭૫ કરતા પણ વધારે દેશો માંથી આવેલા એવા હજારો હીરા વ્યાવસાયિકોને એકબીજાથી જોડે છે.
RapNet માં જોડાઈને હીરા વેચાણકારો તેમના ગ્રાહક સમુદાયને ઝડપથી વિસ્તૃત કરી શકે છે.
RapNet એ વેચાણકારોને સમગ્ર વિશ્વમાંથી આવેલા હીરા ખરીદદારો સુધી પહોંચવાની તક પુરી પાડે છે. ખરીદદારો માટે એ તક રહે છે કે તેઓ દરરોજ સૂચીબદ્ધ થતા હીરા હજારો માંથી પસંદગી કરી શકે છે.
સર્ટિફાઇડ હીરાની ખરીદી કે વેચાણ ક્યારેય સરળ સરળ હતું નહી. RapNet થી થતા લાભોનો ફાયદો ઉઠાવવા માટે અને વિશ્વભરના હીરા વ્યાવસાયિકોના ચુનંદા સમુદાયનો હિસ્સો બનવા માટે હમણાં જ RapNet માં જોડાઓ .
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for $26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...
|
|

|

|

|
|
|
|
|
|
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
|
|
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
|
|
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
May 31 - June 3, 2013
The JCK Swiss Show
|
|
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
June 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
|
|
|

|

|

|
|
|