Home
Info
|
રેપાપોર્ટ ગ્રૂપની કંપનીઓ વિશે જાણો

રેપાપોર્ટ ગ્રૂપ પ્રથમ કક્ષાની સત્તાવાર સેવાઓ મારફતે મુક્ત, ન્યાયીક, કાર્યક્ષમ, સ્પર્ધાત્મક,અને નફાકારક એવા ડાયમન્ડ અને જ્વેલરી બજારના વિકાસનો આધાર પૂરો પાડે છે. વર્ષ ૧૯૭૬ માં સ્થપાયેલ રેપાપોર્ટ ગ્રૂપનિ સાથે ૭૫ દેશોમાં ૧૧,૦૦૦ ગ્રાહકો સંકળાયેલા છે.
રેપાપોર્ટ ગ્રૂપની મુખ્ય પ્રવૃત્તિઓમાં માહિતી પ્રકાશન; ઇલેક્ટ્રોનિક માહિતી સેવાઓ અને ટ્રેડિંગ નેટવર્ક; ડાયમન્ડ ગ્રેડીંગ અને સર્ટિફીકેશન; વૈશ્વિક વેપાર અને ટેન્ડર સેવાઓ; સંયુક્ત આંતરરાષ્ટ્રીય શિપિંગ; આંતરરાષ્ટ્રીય સ્રોત પાસેથી હીરાની મેળવણી, ગુણવત્તા- નિયંત્રણ અને પાલન સેવાઓ; અને સ્થાનિક નાણાકીય, સંશોધન અને માર્કેટિંગ સેવાઓ વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
રેપાપોર્ટ ગ્રૂપનો પ્રાથમિક અને સંયુક્ત ઉદ્દેશ જ્ઞાન આધારિત માહિતી સેવાઓ દ્વારા પારદર્શક અને કાર્યક્ષમ બજાર ઉભા કરવાનો છે. ઉદાહરણ તરીકે રેપાપોર્ટ ભાવ યાદી અને રેપાપોર્ટ મૅગેઝિન, RapNet ® હીરા ટ્રેડિંગ નેટવર્ક, GIA LabDirect ® ડાયમન્ડ ગ્રેડીંગ અને સર્ટિફીકેશન સેવાઓ અને રેપાપોર્ટ ફેર ટ્રેડ જ્વેલરી પહેલ.
વર્ષ ૧૯૭૮ માં સ્થાપના પામેલુ પ્રકાશન વિભાગ તેની રેપાપોર્ટ ભાવ સૂચી માટે શ્રેષ્ઠ જાણીતું છે. રેપાપોર્ટ હીરા અહેવાલ એ હીરાના ભાવ અને બજારની જાણકારી માટેનો એક પ્રાથમિક સ્ત્રોત છે.
Diamonds.net ઇન્ટરનેટ પોર્ટલ પર અમારી ૨૪/૭ પૂરી પાડવામાં આવતી સેવાઓમાં રેપાપોર્ટ સમાચાર અને RapNet.com ( કે જે વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે જ્યા દૈનિક ૪.૧૨ અબજ ડોલર મૂલ્યના ૫,૨૫,૦૦૦ હીરાનું લિસ્ટિંગ થયેલું હોય છે ), વગેરે મુખ્ય સેવાઓનો સમાવેશ થયેલ છે. જ્યારે ગ્રુપ અમારા ગ્રાહકો માટે વ્યાપક ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડે છે, અમે હીરા પોતાના એકાઉન્ટ માટે ટ્રેડ કરતા નથી.
અમારી ૧૨૦ થી પણ વધારે કુશળ વ્યવસાયિકોની સમર્પિત ટીમ; અમારી આધુનિક માહિતી અને ડેટા મૅનેજમેન્ટ ટેક્નોલૉજી; અને અમારી વૈશ્વિક પહોંચ, સ્વતંત્ર દ્રષ્ટિકોણ અને અમારા ગ્રાહકો માટે સતત શ્રેષ્ઠ શ્રેણીની સેવા પૂરી પાડવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા એ 'રેપાપોર્ટ' ને આજે વિશ્વના હીરા બજારમાં 'ઉદ્યોગ ધોરણો' નો પર્યાય બનાવી દીધો છે.
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| | | |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for $26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...
|
|

|

|

|
|
|
|
|
|
May 19 - 22, 2013
Rapaport Single Stone Auction
|
|
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
|
|
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
|
|
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
May 31 - June 3, 2013
The JCK Swiss Show
|
|
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
June 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
|

|

|

|
|
|